મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

પ્રગતિશીલ કિશાન: મોરબીના આંદરણા ગામે રહેતા ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મેળવેલ જીરુંના પાકનો બમણા ભાવ છતાં મોટી ડિમાન્ડ


SHARE











પ્રગતિશીલ કિશાન: મોરબીના આંદરણા ગામે રહેતા ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મેળવેલ જીરુંના પાકનો બમણા ભાવ છતાં મોટી ડિમાન્ડ

સામાન્ય રીતે ખેડૂતો દ્વારા ખેતીના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે થઈને રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ છેલ્લા વર્ષોથી ખેડૂતો હવે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે જેના કારણે તેઓને ઓછી મહેનત અને ઓછા ખર્ચથી બમણી આવક થતી હોય તેવું જોવા મળે છે તેવામાં મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી જીરુંનો પાક મેળવવામાં આવ્યો છે. જેથી તેઓને બમણી આવક થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી તાલુકાના ખેડૂતો દ્વારા શિયાળા દરમિયાન ઘઉં, જીરું, ડુંગળી, લસણ વગેરે જેવા પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે અને પોતાના ખેતરમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે તેને ખેડૂતો રાસાયણિક ખાતર, યુરિયા ખાતર અને દવાઓનો ઉપયોગ કરે છે જોકે મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા કિરણભાઈ સવજીભાઈ અઘારા દ્વારા પોતાના ખેતરની અંદર છેલ્લા ચારથી પાંચ વર્ષથી ઓર્ગેનિક ખેતી શરૂ કરવામાં આવી છે અને ચોમાસા દરમિયાન તેઓએ પોતાના ખેતરમાં ગુવારના પાકનું વાવેતર કર્યું હતું જો કે, તે પાક નિષ્ફળ જવાના કારણે તે પાકને કાઢી નાખીને તેમણે ઓર્ગેનિક પદ્ધતિથી જીરુંના પાકનું વાવેતર કર્યું હતું અને તેમની 22 વીઘાની ખેતીમાંથી હાલમાં સાડા છ વીઘા જમીન ઉપર તેઓ દ્વારા ઓર્ગેનિક ખેતી કરીને જીરૂનો પાક મેળવવામાં આવેલ છે.

જીરુનો પાક જોવા આવેલ ખેડૂત દીપકભાઈ હરદાસભાઈએ કહ્યું હતું કે, કોઈપણ ખેડૂતને પોતાના ખેતરની અંદરથી જીરૂનો પાક મેળવવો હોય તો તેમાં બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી વિગેરેનો હિસાબ કરે તો એક વીઘે અંદાજે પાંચથી છ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે જેની સામે કિરણભાઈ અઘારા પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી તેમને માત્ર 3500 થી 4000 જેટલો વિઘે ખર્ચો આવે છે અને જો ઉત્પાદનની વાત કરીએ તો સામાન્ય રીતે ઉત્પાદન મળતું હોય તેના કરતાં ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન વધુ મળે છે આટલું જ નહીં પરંતુ ઓર્ગેનિક વસ્તુઓની ડિમાન્ડ છેલ્લા વર્ષોથી ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ સમગ્ર દેશની અંદર વધી રહી છે જેથી કરીને ઓર્ગેનિક ખેતી કરીને મેળવેલા પાકની આવક પણ બમણી થતી હોય છે

તો ચંદુભાઈ કારોડિયાએ કહ્યું હતું કે, કિરણભાઈ અઘારા દ્વારા પોતાના ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી કરીને જીરુંનો પાક લેવામાં આવ્યો છે જેથી ઘણા ખેડૂતો તેમના ખેતરે જીરુંના પાકને જોવા માટે આવતા હોય છે અને ખાસ કરીને જીવામૃતનો ઉપયોગ કરીને તેઓએ કોઈ પણ પ્રકારના ખાતરના ઉપયોગ વગર જે રીતે તેઓએ ખેતી કરી છે તે જોતાં અન્ય ખેડૂતો પણ પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરીને કિરણભાઇની જેમ બમણી આવક મેળવવા માટેના હવે પ્રયત્ન કરશે તેવું કહી રહ્યા છે

અત્રે ઉલેખનીય છે કે, મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી પાક મેળવવા માટે થઈને બેફામ રીતે રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કર્યો હોય હવે ખેતીની જમીનને સુધારવા માટે અને ઓર્ગેનિક ખેતી કરવા માટે થઈને લગભગ ત્રણથી ચાર વર્ષ જેટલો સમય ખેડૂતોને તેની ખેતીની જમીનમાં ભોગ દેવો પડશે તે નિશ્ચિત છે. પરંતુ ત્યાર બાદ ઓછા ખર્ચ અને ઓછી મજૂરીએ કિરણભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતની જેમ બમણી આવક અન્ય ખેડૂત પણ મેળવી શકશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.








Latest News