મોરબીના લૂંટાવદર નજીક રીક્ષાને હડફેટ લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ
SHARE






મોરબીના લૂંટાવદર નજીક રીક્ષાને હડફેટ લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામના પાટીયાથી પીપળીયા ચાર રસ્તા વચ્ચેના ભાગમાં સીએનજી રીક્ષાને બોલેરો ગાડીના ચાલકે હડફેટ લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતકના કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના લૂંટાવદર ગામે રહેતા રફીકભાઈ આમદભાઈ ચાનિયા (44)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે 36 વી 0171 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના લૂંટાવદર ગામથી પીપળીયા ચાર રસ્તા વચ્ચેના ભાગમાં જીઇબીની ઓફિસની નજીકથી તેઓનો ભત્રીજો સોહિલ સલીમભાઈ ચાનીયા (37) રહે. લૂંટાવદર વાળો સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2568 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેની રીક્ષાને હડફેટે લીધી હતી જેથી અકસ્માત થયો હતો અને તેમાં સોહિલ ચાનીયાને ગંભીર ઇજા થઇ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતકના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી રાહુલભાઈ બાબુભાઇ ખરાડી (22) રહે. સાબારકાંઠા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.


