મોરબીના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે થયેલ મારામારીમાં છ સામે ફરીયાદ, બે ની ધરપકડ
મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી
SHARE









મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી
મોરબી તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરો ભગવાન શ્રીરામ અને સીતા માતાની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલા ચાંદીના કુંડળ કેજે અંદાજે એકાદ કિલોના અને તેની કિંમત રૂપિયા ૪૫ હજાર થતી હોય તે ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરી થયેલ છે.ચોરી સંદર્ભે નહેરગિરી જખુગીરી ગોસ્વામી જાતે બાવાજી (૬૮) રહે.રામપર પાડાબેકર તા.મોરબી એ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત તા.૧૬-૧૧ ના સવારના પાંચેક વાગ્યાના સમય દરમિયાનમાં ઉપરોકત ચોરી થઈ હતી અને રામજી મંદિરમાં શ્રીરામ ભગવાન તથા સિતામાતાના કાનમાં પહેરાવેલ ચાંદીના કુંડળની બે જોડી કેજે ચાંદીનાં છે તેનું એકાદ કિલો વજન હોય અને તેની રૂપિયા ૪૫ હજારની કિંમત હોય તે ચાંદીના કુંડળોની કોઈ ઇશમ ચોરી કરી ગયેલ છે અને તપાસ કરવા છતાં ઇશમ મળી આવેલ ન હોવાથી બનાવના ત્રણ દિવસ બાદ ગઈકાલ તા.૨૯-૧૧ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.જી.જેઠવાએ મંદિર ચોરી (સિમ ચોરી) ની ફરિયાદ લઈને મંદિર ચોરીમાં અગાઉ સંડોવાયેલા ઇશમોને ચેક કરવા તજવીજ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદના ઘનશ્યામપુર ગામે જગદીશભાઇ લાલજીભાઈ રાઠોડ નામના ૭૭ વર્ષીય આધેડે વાડીએ જતા હતા દરમિયાનમાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા જગદીશભાઈને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.તેમજ ટંકારા તાલુકાના લજાઇ ગામે થયેલ મારામારીના બનાવમાં મોહસીન રસુલભાઇ મોવર નામના ૨૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
