માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે થયેલ મારામારીમાં છ સામે ફરીયાદ, બે ની ધરપકડ


SHARE

















મોરબીના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે થયેલ મારામારીમાં છ સામે ફરીયાદ, બે ની ધરપકડ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના મળીને કુલ છ લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે અને તે પૈકીના બે ભાઇઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.મોરબી તાલુકા પોલીસ મથકે છ સામે ફરીયાદ નોંધાવાતા બે ની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા (૨૯), જયેશ વેલજીભાઇ સેખવા અને સુનીલ બાબુભાઇ પરમાર (૩૦) તેમજ સામેના પક્ષના કાંતાબેન ચુનીલાલ વઘેરા (૪૦), રાકેશ ચુનીલાલ વઘેરા (૨૨), ચુનીલાલ કમાભાઇ વઘેરા (૪૫) અને સુરેશ ચુનીલાલ વઘેરા (૨૦) નામના કુલ છ લોકોને ઈજાઓ થઈ હતી જેથી કરીને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જયેશ શેખવા, ગુલાબ શેખવા અને સુનીલ પરમારને રાજકોટ લઇ જવાયા હતા.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસના અંતે ખૂલ્યું હતું કે, ગુલાબભાઈ શેખવાની પાન-માવાની દુકાન છે અને ત્યાં વઘેરા પરિવારનો સુરેશ અથવા રાકેશ પાન માવો ખાવા ત્યાં ગયા હતા અને તે દરમિયાન પાનમાવાના આગલા બાકી પૈસા બાબતે ગુલાબભાઈએ કહેતા તે વાતને લઈને "અમે ક્યાં ગામ મુકીને ભાગી જવાના છીએ." તેમ કહીને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉગ્ર ઝઘડો થવાથી હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તલવાર, પાઇપ અને ધોકા જેવા હથીયારો વડે મારામારી થઈ હોય અને માથાના ભાગે તલવાર લાગી જવાથી ગુલાબભાઈ શેખવાને હાલ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. 

બનાવ અંગે વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ ત્યાં જ રહેતા ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા(૫૫), હસમુખભાઈ મોહનભાઈ વઘોરા (૨૪) રહે.બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી.જેમાં વેલજીભાઈ શેખવા જણાવ્યું હતું કે, જયેશભાઇએ બાકી નીકળતા માવાના પૈસાની માંગણી કરતાં સામેવાળાઓએ ઉશ્કેરાઈ જઈને તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો અને ગુલાબભાઈના માથાના ભાગે તલવારનો ઘા ઝીંકી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે જયેશ અને સુનીલને પણ તલવાર વડે અને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો.જેથી હાલ તાલુકા પીઆઇ ગોઢાણિયાએ ગણતરીના કલાકોમાં મોહન રવજી વઘોરા (૫૫) અને હસમુખ મોહન વઘોરા (૨૪) રહે.બંને પ્રેમજીનગર તા.જી.મોરબીની ઉપરોક્ત રાયોટિંગના ગુનામાં ધરપકડ કરેલ છે.




Latest News