મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી
હળવદ તાલુકાના સુરવદર ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતાં પતિની નજર સામે પત્નીનું મોત
SHARE









હળવદ તાલુકાના સુરવદર ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતાં પતિની નજર સામે પત્નીનું મોત
હળવદ તાલુકાના સુરવદર ગામ પાસે નેહડાની સીમમાં બાઇક સ્લીપ થતાં પતિની પત્નીની નજર સામે પત્નીનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી મહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા બાબુભાઇ ઉર્ફે ઇશ્વરભાઇ પ્રભુભાઈ હળવદિયા જાતે પટેલ પોતાના પત્ની બબલીબેન ઉર્ફે અસ્મિતાબેનને પોતાના બાઈકમાં બેસાડીને પસાર થઇ રહ્યા હતા ત્યારે નેહડાની સીમમાં ઢાળ પાસે તેનું બાઇક નંબર જીજે 13 પીપી 3409 લઇને પસાર થઉ રહ્યા હતા ત્યારે બાઇક સ્લિપ થઈ ગયું હતું જેથી કરીને બબ્લીબેનને પેટ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે તેઓનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવની અંદર પોલીસે શીવાભાઈ ખીમાભાઈ પરમાર (ઉમર 42) રહે. સુરવદર વાળા ની ફરિયાદ લઈને બાબુભાઈ ઉર્ફે ઈશ્વરભાઈની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
