હળવદ તાલુકાના સુરવદર ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતાં પતિની નજર સામે પત્નીનું મોત
વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોતઃ આરોપીની ધરપકડ
SHARE









વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોતઃ આરોપીની ધરપકડ
વાંકાનેરમાં જીનપકા જકાત નાકા પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રેક ચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ હાલમાં ટ્રકચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા વિસ્તારમાં રામજી મંદિર ની પાસે રહેતા જશુભાઈ કાનજીભાઈ સીતાપરા (ઉંમર 60) એ હાલમાં ટ્રક નંબર એમએચ 18 બીજી 3837 ના ચાલત બાજીરાવ રામરામ જાધવ (ઉમર 20) રહે. મહારાષ્ટ્ર વાડાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓનો ભાઈ રાજેશ ઉર્ફે રાજુ કાનજીભાઈ સીતાપરા (ઉમર 37) વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે પોતાની ટ્રક બેફીકરાઈથી ચલાવી ને તેના ભાઈને અડફેટે લીધો હતો જેથી કરીને ટ્રકની પાછળના ભાગમાં દબાઇ જવાના કારણે શરીરે ગંભીર ઇજાઓ થવાથી રાજુભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન રાજુભાઈનુ મોત નિપજ્યું છે.જેથી કરીને પોલીસે હાલમાં જસુભાઈ સીતાપરાની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
