વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોતઃ આરોપીની ધરપકડ
મોરબીના મહેન્દ્રનગર પાસે ખખડધજ રોડના લીધે અકસ્માતમાં યુવાનના થયેલ મોતમાં કાર ચાલક સામે નોંધાયો ગુનો
SHARE
મોરબીના મહેન્દ્રનગર પાસે ખખડધજ રોડના લીધે અકસ્માતમાં યુવાનના થયેલ મોતમાં કાર ચાલક સામે નોંધાયો ગુનો
મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ મહેન્દ્રનગર ગામ પાસે ખખડધજ રોડના લીધે નાની વાવડી ગામના પટેલ યુવાનનું વાહન અકસ્માતના બનાવમાં મોત નીપજ્યું હોય અજાણી કારમા ચાલક સામે ગુનો નોંધાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી અને જીલ્લામાં મોટાભાગના રસ્તાઓ ખખડધજ હાલમાં છે તે સર્વ વિદિત છે તેવામાં રોડ ઉપરનો ખાડો તારવવા જતા બાઇકમાંથી નીચે પડી ગયેલ યુવાન પાછળથી આવતી કારની ઠોકરે ચડી જતાં તેનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો અને મોરબીના હળવદ રોડ ઉપર માંડલ ગામ નજીક કારખાનામાં કામ કરતો જયેશ વશરામભાઇ સનારીયા જાતે પટેલ નામનો ૨૨ વર્ષીય યુવાન તા.૧૮ ના સાંજે આઠેક વાગ્યાના અરસામાં કામ ઉપરથી પરત ઘરે (નાની વાવડી) જવા માટે નીકળ્યો હતો દરમિયાનમાં મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેની આઇટીઆઇ નજીક શબરી હોટલની સામે રોડ ઉપરનો ખાડો તારવવા જતા જયેશ સનારીયા બાઇકમાંથી નીચે પડી ગયો હતો તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે દરમ્યાનમાં તેને પાછળથી આવતી અજાણી કારના ચાલકે જયેશ સનારીયાને હડફેટે લેતા ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલા જયેશ સનારીયાનું મોત નીપજયું હતું બનાવ અંગે મૃતકના કાકા રતિલાલ જગજીવન સનારીયા પટેલ (૫૨) રહે.નાની વાવડી મોરબી એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વાઢીયા તથા સ્ટાફે સીસીટીવી ફુટેજ આધારે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદ-માળીયા હાઈવે ઉપર ત્રણ રસ્તા પાસે પાલીકાના બગીચા નજીક તા.૧૮-૧૧ ના સવારે નવેક વાગે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજાગ્રસ્ત થયેલા તળશીભાઇ ઉકાભાઇ ચૌહાણ (૫૮) રહે.હળવદ બસ સ્ટેશન પાસે વાળાએ તુફાન ગાડી નંબર જીજે ૭ એઆર ૬૮૦૫ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પોતે તેઓનું હીરો ડીલકસ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે પાછળના ભાગેથી ઉપરોક્ત નંબરની તુફાન ગાડીના ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને તેઓને પગના ભાગે ફેકચર જેવી અને જમણા હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી અને અકસ્માત સર્જીને વાહન ચાલક તેનું વાહન લઇને નાસી છુટ્યો હતો માટે સારવાર લીધા બાદ તળશીભાઇએ ફરિયાદ નોંધાવતા ઉપરોક્ત નંબરના તુફાન ચાલકની સામે ગુનો નોંધીને હળવદ પોલીસ મથકના એમ.એન.બાલાસરાએ આગળની તપાસ હાથ ધરી છે.