મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ માર્ચે યોજાશે
હળવદમાં ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન રોકવા મામલતદારને રજૂઆત
SHARE






હળવદમાં ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન રોકવા મામલતદારને રજૂઆત
હળવદમાં આવેલ સામતસર તળાવના પાસે 100 જેટલા દેવીપૂજક સમાજના લોકો ઝૂંપડામાં વસવાટ કરી રહ્યા છે. તેના ઝૂંપડાં ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી કરીને સમસ્ત દેવીપૂજક સમાજ સામતસર તળાવના કાંઠા નામના સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર આપીને આ કાર્યવાહી રોકવામાં આવે તેવી રજુઆત કરી છે. વધુમાં આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, તેઓ ઘણા વર્ષોથી ત્યાં ઝુંપડાઓ બાંધીને રહે છે અને છૂટક ફેરી તેમજ મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવામાં ગાતા તા. 3 ના રોજ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઝુંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. જેમાં તેમના રોજી-રોટીના સાધન સામગ્રી તેમજ માલ સમાન સહિત બાઇકને નુકસાન થયેલ છે અને ગરીબોને આર્થિક તેમજ માનસિક નુકસાન પહોંચાડેલ છે. જેથી તેઓની રજૂઆતને ધ્યાને લઈને બુલડોઝરની કાર્યવાહી તાત્કાલીક રોકવા માંગ કરી છે.


