માળિયા (મિ.)માં સુવિધા માટે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો તંત્રની ખાતરીથી અંત આવ્યો
SHARE






માળિયા (મિ.)માં સુવિધા માટે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો તંત્રની ખાતરીથી અંત આવ્યો
માળિયા (મી)ના જુદાજુદા પ્રશ્નોને લઈને લોકોની સુખાકારી માટે સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી તા. ૨૪ ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા અને તેની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ મંગળવારે તંત્ર દ્વારા તમામ પ્રશ્નોને લઈને લેખિતમાં ખાતરી આપતા જુલ્ફીકારભાઈ સંધવાણીએ પારણા કર્યા છે અને આંદોલનનો સુખદ અંત આવ્યો છે. અને જે માંગણીઓ કરવામાં આવેલ છે તેમાં માળિયામાં બસ સ્ટેશન બનાવવું, ધો. 10 બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ફરી શરૂ કરવું, રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર બનાવવા અને ખાલી જગ્યાઓ ભરવી, મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું અને રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવાનો સમાવેશ થાય છે.


