મોરબીના પોસ્ટમેન કોઠારીયા નોકરીએ પહોંચે તે પહેલાં કાળ આંબી ગ્યો : કારની ઠોકરે કમકમાટીભર્યું મોત
મોરબી જિલ્લાના ખીરઇ ગામે દારૂની રેડ કરવા માટે ગયેલ પોલીસ અધિકારી અને કર્મચારીની ટીમ ઉપર પથ્થરમારો કરીને હુમલો, ઈજાગ્રસ્ત 6 પોલીસ કર્મચારી સારવારમાં
SHARE






માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા માટે થઈને માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની ટીમ પહોંચી હતી ત્યારે મહિલાઓ સહિતના અંદાજે 20 જેટલા લોકો દ્વારા પોલીસને રોકીને તેના ઉપર પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રેડ કરવા માટે ગયેલા પોલીસ કર્મચારીઓમાંથી છ જેટલા પોલીસ કર્મચારીઓને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે માળીયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેઓને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની જાણ થતાની સાથે જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસ ઉપર હુમલો કરનાર મહિલાઓ સહિતના શખ્સોને શોધવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે
ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં દારૂની રેડ કરવા માટે ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલા કરવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત બની ચૂકી છે તેવામાં વધુ એક વખત મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવતા ખીરાઇ ગામે દારૂની રેડ કરવા માટે થઈને ગયેલ પોલીસ ઉપર પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેની મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી. ગોહિલ તથા પોલીસ કર્મચારીઓની ટીમ માળિયા તાલુકાના ખીરાઇ ગામે ઈકબાલ ઉર્ફે ઇકો મોવર નામના શખ્સને ત્યાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકતના આધારે રેડ કરવા માટે થઈને ગઈ હતી ત્યારે પોલીસને જોતા ની સાથે જ મહિલાઓને આગળ કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા પોલીસને રોકવામાં આવ્યા બાદ પાછળથી પુરુષો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી દારૂની રેડ કરવા માટે ગયેલા કર્મચારીઓ માંથી વનરાજસિંહ બાબરીયા, ફતેસિંહ પરમાર, ઉપેન્દ્રસિંહ પરમાર, યાસીન સીદી, મોમાભાઈ રબારી અને જયપાલસિંહ ઝાલા નામના છ પોલીસ કર્મચારીઓને નાના મોટી ઈજાઓ થઈ હોવાના કારણે તેઓને સારવાર માટે પ્રથમ માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શ્રીહરી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતાની સાથે જ મોરબીના ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર સારડા સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને દારૂની રેડ કરવા માટે ગયેલ પોલીસ અધિકારી સહિતની ટીમ ઉપર પથ્થરમારો કરીને હુમલો કરનારા આરોપીઓને શોધી કાઢવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ હાથ કરવામાં આવી છે


