મોરબી : મારામારીમાં ઈજા થતાં યુવાન સારવાર માટે રાજકોટ ખસેડાયો
SHARE






મોરબી : મારામારીમાં ઈજા થતાં યુવાન સારવાર માટે રાજકોટ ખસેડાયો
મોરબીના રણછોડનગર વિસ્તારમાં થયેલ મારામારીમાં પાઇપ પડ્યો હુમલો કરવામાં આવતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો હતો.
મોરબીના સેન્ટમેરી સ્કૂલના ફાટક પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ કેશુભાઈ ધંધુકિયા નામના ૪૦ વર્ષના યુવાન અને તેના ઘર પાસે કોઈ મુન્નાભાઇ સાથે ઝઘડો થયો હતો ત્યારે મુન્નાભાઇ સહીત બે ઇસમોએ તેની સાથે ઝઘડો કરી લોખંડનો પાઇપ ફટકાર્યો હતો.જેથી હાથ અને શરીરે થયેલી ઇજાઓને પગલે જગદિશભાઇને અત્રે સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.જે.સિંચણાદા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
આધેડ મહિલા સારવારમાં
હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા જેઠીબેન હરજીભાઈ રાઠોડ નામના ૬૦ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને કામ સબબ બહાર જતા હતા.ત્યારે સુસવાવ ગામના ગેઇટ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું અને આ બનાવમાં તેમને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબીના માળિયા(મિં.) તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા સંજયભાઈ નવઘણભાઈ પાંચિયા નામના ૨૬ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડના નાકા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા નોંધ કરી તપાસ કરી હતી.
વૃદ્ધ સારવારમાં
મોરબીના હળવદ રોડ ઊંચી માંડલ ગામે રહેતા શિવલાલભાઈ વિઠ્ઠલભાઈ કુંડારીયા ગામના ૬૬ વર્ષના વૃદ્ધ લગ્ન પ્રસંગે જવા માટે બાઈક લઈને જતા હતા ત્યારે લીલાપર નજીકથી જતા સમયે રસ્તામાં તેમને અકસ્માતે ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.વી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મજૂર યુવાન સારવારમાં
મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી-હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો પુનિત રમેશસિંગ નામનો ૩૨ વર્ષનો યુવાન કારખાનામાં કામ કરતો હતો.ત્યારે કામ દરમિયાન તે ઊંચાઈએથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.હોસ્પિટલ ખાતેથી બનાવની તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી


