મોરબીમાં પત્ની સાથે છૂટાછેડા કરી લેનાર યુવાન ઉપર તેના પૂર્વ સાળાએ છરી વડે હુમલો કરી આડેધડ ઘા ઝીક્યા
પોલિસનો લેસમાત્ર ભય નહીં ! : માળીયા (મી)ના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી
SHARE






પોલિસનો લેસમાત્ર ભય નહીં ! : માળીયા (મી)ના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી
માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેતા યુવાનના ઘર પાસે આવેલી દુકાને સિગરેટ પીવા માટે આવેલા ત્રણ શખ્સો ગાળો બોલતા હોય યુવાને તેના ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હતી જેથી કરીને તે સિગરેટ પીવા આવેલા શખ્સોને સારું ન લાગતા તેણે યુવાનને ગાળો આપી હતી અને જતા સમયે તેની ગાડી યુવાનના દીકરાના જમણા પગના પોચા ઉપર ચડાવી દઈને તેને ઇજાઓ કરી હતી અને એક શખ્સે ગામના ઝાપા પાસે ધારીયુ લઇ આવ્યો હતો અને પોલીસ ફરિયાદ બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ માળીયા મિયાણા તાલુકાના કુંભારિયા ગામે રહેતા અરવિંદભાઈ હરખજીભાઈ પંચાસરા (32)એ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ રમેશભાઈ પરમાર, કિશનભાઇ કાનજીભાઈ હુંબલ, જસમતભાઈ કાળુભાઈ ઇન્દરિયા અને રમેશભાઈ દેવશીભાઈ પરમાર રહે બધા કુંભારીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે નિલેશભાઈ, કિશનભાઇ અને જસમતભાઈ મારુતિ કાર નંબર જીજે 36 એ એલ 1950 લઈને ગણપતભાઈના ગલ્લે સિગરેટ પીવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં ગાળો બોલતા હતા અને ત્યાં બાજુમાં ફરિયાદીનું મકાન આવેલું હોય તેણે ગાળો બોલવાની ના પાડી હતી જે આરોપીઓને સારું નહીં લાગતા તેઓએ એક સંપ કરીને ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને જતા સમયે પોતાની ગાડી ફરિયાદીના દીકરા નક્ષના જમણા પગના પોચા ઉપર ચડાવી દઇને તેને ઇજા કરી હતી તથા આરોપી રમેશભાઈ પરમાર ગામના ઝાપા પાસે ધારીયુ લઈને આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવા બાબતે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ઊંચાઈએથી પટકાતા યુવાન સારવારમાં
મોરબીના બંધુનગર ગામે રહેતા કપિલભાઈ મહિપતભાઈ નામના ૪૦ વર્ષનો યુવાન બંધુનગર નજીક આવેલ કારખાનામાં કોઇ કારણોસર રાત્રિના ૧૧ વાગ્યે પહેલા માળે ઊંચાઈએથી નીચે પડી ગયા હતા.જેથી ઇજા પામતા ૧૦૮ વડે સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે ટંકારાના સરાયા ગામે બાલમંદિર નજીકથી બાઈકમાં જતા સમયે બાઇકમાંથી નિચે પડી જવાથી નારણભાઈ પીતાંબરભાઈને ઇજાઓ થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.


