મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે છૂટાછેડા કરી લેનાર યુવાન ઉપર તેના પૂર્વ સાળાએ છરી વડે હુમલો કરી આડેધડ ઘા ઝીક્યા


SHARE











મોરબીમાં પત્ની સાથે છૂટાછેડા કરી લેનાર યુવાન ઉપર તેના પૂર્વ સાળાએ છરી વડે હુમલો કરી આડેધડ ઘા ઝીક્યા


મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ કોહિનૂર પાન બાજુમાંથી પસાર થયેલા યુવાન ઉપર તેના પૂર્વ સાળાએ છરી વડે હુમલો કર્યો હતો અને તેને પેટના ભાગે એકથી વધારે છરીના ઘા ઝીંકી દીધા હતા જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇજાગ્રસ્ત યુવાનના પૂર્વ સાળા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગર રોડ ઉપર મદિના સોસાયટી ખાતે રહેતા હુસેનભાઇ ઉર્ફે ઇમરાન મયુદ્દીનભાઈ કટિયા (32) એ હાલમાં અલી હુસેન ભટ્ટી રહે. જોન્સનગરના ઢાળિયા ઉપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભાઈ અજરૂદ્દીન મયુદ્દીનભાઈ કટિયા મોરબીમાં આવેલ અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર કોહીનુર પાન બાજુમાં આવેલ લકી હેર સલૂન પાસેથી પસાર થતો હતો.ત્યારે તેના પૂર્વ સાળા અલી હુસેન ભટ્ટી દ્વારા તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને પેટના ભાગે એકથી વધારે છરીની ઘા મારીને ગંભીર પ્રકારની ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા ફરીયાદીના ભાઇને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવેલ છે જેમાં વધુમાં જણાવ્યું છે કે, આરોપી અલી હુસેન ભટ્ટી ફરિયાદીના ભાઈ અજરૂદ્દીન કટીયાનો પુર્વ સાળો થાય છે અને આરોપીની બહેન યાસ્મીનબેન અને ફરિયાદીના ભાઈએ ત્રણેક મહિના પહેલા કોર્ટમાં છૂટાછેડા કરી નાખેલ હોય જે બાબતનો ખાર રાખીને અલી હુસેન ભટ્ટીએ ફરિયાદીના ભાઈ ઉપર છરી વડે જીવણ હુમલો કર્યો હતો  ! જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.સી.ગોહિલ ચલાવી રહ્યા છે.

વૃદ્ધા સારવારમાં
ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા ખતીજાબેન યાકુબભાઈ નામના ૭૮ વર્ષના વૃદ્ધાને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા, ગામમાં તેઓ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે મંદિર નજીક બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમમાં તેઓ ઇજા પામતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે નજરબાગ વિસ્તારમાં આવેલ બોધ્ધનગર ફિલ્ટર હાઉસ ખાતે રહેતા તરૂણભાઈ મહેશભાઈ પંડ્યા નામના ૫૯ વર્ષના આધેડ શહેરના સામાકાંઠે આવેલ ભાગ્યલક્ષની સોસાયટી નજીકથી બાઈકમાં જતા હતા ત્યાં તેઓનું બાઇક સ્લીપ થઈ જવાના બનાવમાં તરૂણભાઇ ઇજાગ્રસ્ત થતા તેઓને પણ ખાનગી આયુષ હોસ્પિટલએ ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી.  








Latest News