માળીયા (મી)ના ખીરાઈ ગામે પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર અને મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓની ધરપકડ
SHARE






માળીયા (મી)ના ખીરાઈ ગામે પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર અને મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓની ધરપકડ
મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં ખીરઇ ગામે પોલીસ દારૂની રેડ કરવા ગયેલ હતી ત્યારે પોલીસ ઉપર બુટલેગર અને તેના પરિવારના સભ્યો સહિતનાઓ દ્વારા હુમલા કરવામાં આવ્યો હતો જેથી કરીને આ હુમલામાં એક કે બે નહીં પરંતુ ૬ પોલીસ કર્મચારીઓને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ માળીયા અને પછી મોરબી લઈને આવ્યા હતા અને ત્યાર બાદ ઇજા પામેલા પોલીસ જવાનની ફરિયાદ લઈને પોલીસે બુટલેગર સહિત ત્રણ પુરુષ અને સાત મહિલાઓની સામે ફરજમાં રૂકાવટ, હત્યાની કોશિશ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો અને આ ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં મુખ્ય સૂત્રધાર ઈકબાલ ઉર્ફે ઇકો, તેના પિતા હાજી મોવર અને સાત મહિલા સહિત કુલ નવ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
માળિયા મીયાણા તાલુકામાં આવતા ખીરાઇ ગામે મંગળવારે દારૂની રેડ કરવા માટે થઈને ગયેલ પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવેલ હતો અને પોલીસ જવાનોને માર માર્યો હતો જેથી ઇજા પામેલા કર્મચારીઓને સારવાર માટે પ્રથમ માળીયા અને બાદમાં મોરબીની ખાનગી હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હુમલામાં ઇજા પામેલ પોલીસ કર્મચારી ફતેસિંહ ધીરૂભા પરમારની ફરિયાદ આધારે ઈકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર, હાજીભાઈ ઓસમાણભાઈ મોવર અને યુસુફ અલ્લારખા મિયાણા તેમજ અન્ય સાત મહિલાઓ આમ કુલ મળીને ૧૦ વ્યક્તિઓ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કોશિશ, ફરજમાં રુકાવટ, રાઇટીંગ, ગુનાહિત મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં સાત મહિલા સહિત કુલ નવ આરોપીઓને ગણતરીની કલાકમાં પકડી લેવામાં આવેલ છે.
વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતિ મુજબ માળીયાના પીઆઇ આર.સી. ગોહિલ તથા પોલીસ કર્મચારીઓની ટીમ માળિયા તાલુકાના ખીરાઇ ગામે ઈકબાલ ઉર્ફે ઇકો મોવર નામના શખ્સને ત્યાં દારૂની રેડ કરવા ગયા હતા અને મુદામાલ તેમજ આરોપીને લઈને પાછા આવતા હતા ત્યારે આરોપીને છોડાવવા માટે મહિલાઓ દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવેલ હતી અને ત્યાર બાદ પોલીસની ગાડીમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી કરીને વનરાજસિંહ બાબરીયા, ફતેસિંહ પરમાર, ઉપેન્દ્રસિંહ પરમાર, મોહસીન સીદી, મોમાભાઈ રબારી અને જયપાલસિંહ ઝાલા નામના છ પોલીસ કર્મચારીઓને નાના મોટી ઈજાઓ થઈ હોવાના કારણે તેઓને સારવારમાં ખસેડાયા હતા
ખીરાઈ ગામે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યાર બાદ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે દેશી દારૂની ભઠ્ઠી, કેટલાક હથિયાર, રોકડા રૂપિયા વિગેરે મળી આવેલ જેને પોલીસે કબજે લીધેલ છે અને જે તે સમયે દારૂના ગુનામાં ઈકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરની ધરપકડ પોલીસે કરી હતી ત્યારે બાદ પોલીસે કર્મચારી નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને પોલીસે જે આરોપીઓને હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ નોંધાયેલ ગુનામાં કુલ નવ આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર ઇકબાલ ઇર્ફે ઇકો હાજીભાઇ મોવર, હાજીભાઇ ઓસામાણભાઇ મોવર, સારબાઇ હાજીભાઇ મોવર, નશીમબેન અલ્લારખા સંધવાણી, મુમતાજ અનવરભાઇ ભટ્ટી, આઇસા રફીકભાઇ મોવર, નજમાબેન ઇકબાલ મોવર, અનીષા ઇકબાલભાઇ મોવર, તમના યુસુફભાઇ સંધવાણી રહે બધા જુની ખીરઈ તાલુકો માળીયા વાળાનો સમાવેશ થાય છે જો કે, આ ગુનામાં આરોપી યુસુફ અલ્લારખ્ખાને પકડવાનો હજુ બાકી છે.


