માળીયા (મી)ના ખીરાઈ ગામે પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર અને મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓની ધરપકડ
હળવદ તાલુકામાં અવાર નવાર દારૂના ગુનામાં પકડાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE






હળવદ તાલુકામાં અવાર નવાર દારૂના ગુનામાં પકડાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં અવાર નવાર પકડાયેલ બે શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે પાસા હેઠળ બે ઇસમોને ડિટેઇન કરીને જેલ હવાલે કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા દરખાસ્ત કરવામાં આવી રહી છે ત્યારે હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકવામાં આવી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી તે બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતા જેથી કરીને પોલીસે આરોપી ધનશ્યામભાઇ શંકરભાઇ ઉર્ફે હકાભાઇ બાહુન્દ્રા રહે. ગામ કાંડી (કુંતલપુર) તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર અને હસમુખભાઈ મધુભાઇ દેકાવાડીયા રહે. ગામ ભવાનીગઢ (જોકડા) તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાને પાસા હેઠળ ડિટેઇન કરીને બંને આરોપીને અમદાવાદ અને જુનાગઢ જેલ ખાતે મોકલી આપેલ છે. આ કામગીરી પીઆઇની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


