મોરબીના વિપ્ર પરિવારની દીકરીએ કાયદાશાખામાં સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ ક્રમ મેળવીને ત્રણ ગોલ્ડમેડલ હાંસેલ કર્યા
SHARE






મોરબીના વિપ્ર પરિવારની દીકરીએ કાયદાશાખામાં સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ ક્રમ મેળવીને ત્રણ ગોલ્ડમેડલ હાંસેલ કર્યા
મોરબીમાં રહેતી અને પ્રભાબેન પટેલ લો કોલેજમાં અભ્યાસ કરતી દેવાંગી નરેશભાઈ વ્યાસ કે જેને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૪૨,૦૦૦ વિધાર્થીઓ અને સંલગ્ન કૉલેજોમાંથી કાયદાશાખા એટલે કે LL.B માં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને અકે નહીં ત્રણ–ત્રણ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યા છે જેથી કરીને ગોલ્ડમેડાલિસ્ટ જેવી સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરીને આ દીકરીએ તેના પરિવાર તેમજ મોરબી શહેર, મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજ તથા બ્રહ્મસમાજનું નામ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રોશન કર્યું છે જેથી કરીને આ દીકરીને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.


