હળવદ તાલુકામાં અવાર નવાર દારૂના ગુનામાં પકડાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી ખાણ ખનીજ વિભાગે પાંચ વાહન પકડી દંડ વસુલવા કાર્યવાહી શરૂ કરી
SHARE






મોરબી ખાણ ખનીજ વિભાગે પાંચ વાહન પકડી દંડ વસુલવા કાર્યવાહી શરૂ કરી
મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા સમયાંતરે કામગીરી કરવામાં આવતી હોય છે.તે રીતે છેલ્લા ચાર-પાંચ દિવસની અંદર પાંચ જેટલા વાહનોને અટકાવીને દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે તા.૨૮ ના રોજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંજય કુરિયા દ્વારા મોરબીના માળિયા-કંડલા બાઈપાસ નેક્ષસ સિનેમા નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી નીકળેલ વાહન નંબર જીજે ૩ સીયુ ૭૧૩૭ ના ચાલક સંજય કેશુભાઈ કુરિયા રહે.લીલાપર તા.મોરબી વાળા પાસે તેમજ અન્ય વાહન નંબર જીજે ૩ એઝેડ ૫૮૭૭ ના ચાલક રાહુલ કરસન અમલીયાર હાલ રહે.મોરબી વાળા પાસે તેઓના વાહનોમાં ભરવામાં આવેલ ખનીજ બાબતે રોયલ્ટી પરમીટ માંગવામાં આવ્યા હતા. જે તેઓ પાસે ન હોય દંડ વસુલવાની કાર્યવાહી માટે વાહનોને પકડીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.
તેમજ ગત તા.૪ ના રોજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી તથા સ્ટાફ દ્વારા મોરબીના જુદી જુદી ત્રણ જગ્યાઓએથી ત્રણ વાહન પકડવામાં આવ્યા હતા.જેમાં કંડલા બાયપાસ લક્ષ્મીનગર ગામ પાસેથી નીકળેલ જીજે ૩૬ એકસ ૭૪૯૩ ના ચાલક પ્રકાશ રમેશભાઈ ભીલ રહે. લક્ષ્મીનગર પાસે તે ઉપરાંત ઘુંટુ પાસેથી નીકળેલ વાહન નંબર જીજે ૩૬ ટી ૯૧૫૭ ના ચાલક જીકેશ કુમારસિંગ રાઠવા પાસે તથા મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન મંદિરના રસ્તેથી નીકળેલ વાહન નંબર જીજે ૩૬ વી ૭૭૭૪ ના ચાલક બંધુ મુન્શીલાલ યાદવ પાસે તેઓના વાહનોમાં ભરાયેલ ખનીજ અંગે પાસ પરમિટ માંગવામાં આવ્યા હતા જે તેઓની પાસે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે આ વાહનોને પકડીને હાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.


