મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ચાચાપર ગામે ભૂલથી ઝેરી દવા વાળું પાણી પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના ચાચાપર ગામે ભૂલથી ઝેરી દવા વાળું પાણી પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં આવેલ વાડીએ યુવાને ચણાનું વાવેતર કર્યું હતું અને તે ચણામાં ઘાસ થઈ ગયું હોવાથી ઘાસ બાળવા માટે દવા પાણીમાં ઓગાળેલ હતી તેમાંથી યુવાન ભૂલથી પાણી પી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતકના નાના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં આવેલ વાડીએ ચાચાપર ગામે રહેતા અરવિંદભાઈ કેશવજીભાઈ નિયારા (38)એ ચણાના પાકનું વાવેતર કર્યું છે અને તેમાં ઘાસ થઈ ગયું હોવાથી યુવાને ઘાસ બાળવાની દવા પાણીમાં ઓગાળેલ હતી જે પાણી ભૂલથી તે પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના નાના ભાઈ લલિતભાઈ કેશવજીભાઈ સનિયારા (30) રહે. ચાચાપર તાલુકો મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર રમતા પકડાયા

વાંકાનેર તાલુકાના તીથવા ગામે કોળી વાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જીવણભાઈ દેવજીભાઈ મેસરીયા (38) રહે. નવાપરા નિશાળ સામે વાંકાનેર, ગોવિંદભાઈ સંધાભાઈ મેસરીયા (30) અને મગનભાઈ કરસનભાઈ સાથલીયા (50) રહે, બંને તીથવા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 2,110 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News