મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પોતાની જમીન જોવા ગયેલા વેપારી યુવાનને પાડોશી કારખાનેદારે મારમાર્યો: મારી નાખવાની ધમકી !


SHARE













મોરબીમાં પોતાની જમીન જોવા ગયેલા વેપારી યુવાનને પાડોશી કારખાનેદારે મારમાર્યો: મારી નાખવાની ધમકી !

મોરબીમાં રહેતા વેપારી યુવાનની જમીનની બાજુમાં કારખાનું આવેલ છે અને જમીન બાબતે બે વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોવા છતાં કારખાના વાળા યુવાનની જમીનમાં દબાણ કરતા હોય જેથી કરીને યુવાન ત્યાં જમીનની સ્થિતિ જોવા માટે ગયો હતો જે સામેવાળાને સારું ન લાગતા લીલાપર ચોકડી પાસે આવેલ ખોડીયાર બેટરી નજીક કારખાનેદાર સહિત બે વ્યક્તિઓએ યુવાનને “તમે અમારા કારખાના પાસે કેમ આવેલા હતા” તેવું કહી માથાકૂટ કરી હતી અને ત્યારે ધારિયાનો ઊંધો ઘા યુવાને ડાબા હાથના બાવડાના ભાગ ઉપર મારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયા ચોક પાસે આવેલ જમના એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 502 માં રહેતા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા (46)હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિવ્યેશભાઈ કાંતિલાલ સોરિયા તથા એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેઓની જમીનની બાજુમાં દિવ્યેશભાઈ સોરીયાનું કારખાનું આવેલ છે અને જમીન બાબતે બે વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોય તેમ છતાં દિવ્યેશભાઈ ફરિયાદીની જમીનમાં દબાણ કરતા હોય ફરિયાદી યુવાન જમીનની સ્થિતિ જોવા જતા દિવ્યેશભાઈને તે સારું લાગ્યું ન હતું અને અજાણ્યા એક શખ્સ સાથે મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ ખોડીયાર બેટરી નજીક દિવ્યેશભાઈ સોરિયાએ ફરિયાદી યુવાનને કહ્યું હતું કે “અમારા કારખાના પાસે કેમ આવેલ હતા” ત્યારબાદ ધારિયાનો ઊંધો ઘા ફરિયાદી યુવાનને ડાબા હાથના બાવળા ઉપર માર્યો હતો અને બીજા શખ્સે ગાળો આપી હતી ત્યાર બાદ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાંથી પાવળીયારી કેનાલ તરફ ક્યુરા સીરામીકની સામેના ભાગમાંથી એક શખ્સ પસાર થતો તો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલ હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 568 રૂપિયાની કિંમતની દારૂની એક બોટલ કબજે કરી હતી અને આરોપી અશાકભાઇ હાસમભાઇ બાયદાણી (22) રહે. વીસીપરા જીમાં મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News