મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી

મોરબીમાં ઝૂલતા પૂલ કેસમાં જે ફરિયાદ નોંધાયેલ છે અને ઓરોપીઓને પકડવામાં આવ્યા હતા તે આરોપીઓના તેઓના વકીલ મારફતે કોર્ટમાં તેઓ તમામ નિર્દોષ હોવાની અરજી કરી હતી અને તેમાં સરકાર તેમજ વિકટીમ એસો.ના વકીલ દ્વારા જવાબ રજૂ કરી દેવામાં આવેલ છે જો કે, આજે તે કેસમાં આગામી તા 15 એપ્રિલની મુદત પડી છે અને જયસુખભાઇ પટેલ દ્વારા તેઓને મોરબી જીલ્લામાં આવવા દેવા માટેની અરજી કરવામાં આવી હતી જેમાં કોર્ટે જામીન વખતે જે શર્ટ મુકેલ હતી તેને રદ કરીને મોરબી જીલ્લામાં જયસુખભાઇ પટેલને પ્રવેશ માટેની મંજૂરી આપેલ છે.

મોરબીમાં તા 30/10/2022 ના રોજ મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે ત્યાં ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે થઈને આવેલા લોકોમાંથી મહિલાઓ, બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલા, યુવાનો અને યુવતીઓ સહિત કુલ મળીને 135 લોકોના મોત નીપજયાં હતા જે બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના કુલ 10 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તેને જે તે સમયે જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને લાંબા સમય બાદ તેઓ જામીનમુક્ત થયા હતા આ કેસમાં અગાઉ ભોગ બનેલા પરિવારના વિકટીમ એસો. દ્વારા જે અરજીઓ કરવામાં આવી હતી તે તમામ અરજીઓને કોર્ટે થોડા સમય પહેલા રદ કરી હતી.

ત્યાર બાદ આરોપીઓના વકીલ તરફથી જુદી જુદી પાંચ અરજીઓ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં તે તમામ સામે આઇપીસીની જે કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે તે કલમ હેઠળ તેઓની સામે ખરેખર કોઈ ગુનો બનતો નથી. જેથી તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવું કહેવામા આવ્યું હતું અને તેઓને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેની સામે સરકાર તરફથી આરોપીના વકીલે ડિસ્ચાર્જ માટે જે અરજી કરવામાં આવેલ હતી તેનો જવાબ રજૂ કરી દેવામાં આવેલ હતો અને "તમામ આરોપીઓ સામે ચાર્જશીટમાં જે કલમ છે યોગ્ય છે" ત્યાર બાદ વિકટીમ એસો.ના વકીલે ડિસ્ચાર્જ અરજી સામે વાંધા સાથેનો જવાબ આપવામાં આવ્યો હતો. અને આ કેસની સોમવારે મુદત હતી ત્યારે આરોપીના વકીલ દ્વારા મુદત માંગવામાં આવી હતી આજેથી કરીને કોર્ટે આ કેસમાં આગામી તા 15/4/25 ની મુદત આપેલ છે.

આ કેસમાં જયસુખભાઇ પટેલને ઘણી બધી શરતોને આધીન જામીન અગાઉ આપવામાં આવેલ છે જેમાં ખાસ કરીને તેઓને મોરબી શહેર અને જીલ્લામાં પ્રવેશ કરવો નહીં તેવી પણ એક શરત હતી અને જયસુખભાઇ પટેલના વકીલ મારફતે તેઓને મોરબી જીલ્લામાં પ્રવેશ કરવાની મુક્તિ આપવા માટેની અરજી કરવામાં આવી હતી જેમાં કોર્ટે અગાઉ જામીન માટે મૂકેલી શરતોમાંથી તેને મોરબી જીલ્લામાં પ્રવેશ કરવો નહીં તેવી જે શરત હતી તેને રદ કરેલ છે જેથી કરીને હવે મોરબી શહેર અને જીલ્લામાં જયસુખભાઇ પટેલ મોરબી જીલ્લામાં પ્રવેશ કરી શકશે જો કે, કોર્ટમાં જમા કરાવવામાં આવે તેનો પાસ પોર્ટ પાછો આપવામાં આવશે નહીં તેવું જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી જાણવા મળેલ છે.

ઝૂલતા પુલ કેસમાં કોણ કોણ છે હાલમાં જામીન ઉપર

ઝૂલતા પુલ કેસમાં પોલીસે તપાસ કરીને જે તે સમયે કુલ મળીને 10 આરોપીઓને પકડીને જેલ હવાલે કરેલ હતા અને ત્યાર બાદ ક્રમશઃ તે આરોપીઓના વકીલો મારફતે મૂકવામાં આવેલ જમીન અરજીઓને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ, ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ અને દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર તથા પ્રકાશ લાલજીભાઈ પરમાર તે ઉપરાંત મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયામાદેવભાઈ લાખાભાઈ સોલંકીઅલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલદિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ જામીન ઉપર છે.






Latest News