મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર


SHARE









મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર

 જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને હવામાન વિભાગની આગાહી મુજબ અસહ્ય ગરમી પડવાની સંભાવના હોવાથી લૂ થી બચવા તકેદારી રાખવાના જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે.

હાલમાં ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમી ના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. અસહ્ય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.

જો લુ લાગવાના લક્ષણો ઉપર નજર કરીએ તો શરીર અને હાથ પગ દુઃખવા,માથું દુઃખાવુ, શરીર નું તાપમાન વધી જવું, ખુબજ તરસ લાગવી, ગભરામણ થવી.શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી,ઉબકા આવવા,ચક્કર આવવા., આંખે અંધારા આવવા,બેભાન થઇ જવું., અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. વિગેરે જેવુ થાય છે. અને તેનાથી બચવા માટે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્માં છત્રીનો ઉપયોગ કરવો., ભીના કપડાથી માથું ઢાંકી રાખવું., અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું., પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત,નાળીયેરનું પાણી, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા. અને કોઈપણ વ્યક્તિને જરૂર જણાઈ તો આયુષમાન આરોગ્ય મંદિર/ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ હોસ્પિટલનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.ડી.વી.બાવરવાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News