મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન


SHARE













મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન

મોરબીમાં આવેલ પી.એમ. શ્રી તાલુકા શાળા નંબર-૨ કે જ્યાં ભૌતિક સુવિધાઓ સભરની પ્રીમાઈસીસ, ગુણવત્તા સભર શિક્ષણની સાથે બાળકોમાં રહેલી સુષપ્ત શક્તિઓ બહાર આવે અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તે માટે અહીંના શિક્ષકો તન મન અને ધન લગાડીને બાળકો માટે ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની ભરમા સાથે વાર્ષિકોત્સવ રંગોત્સવ "ઉડાન એક નયી સોચ” કાર્યક્રમ યોજાયો હતો. અને પી.એમ.શ્રી તાલુકા શાળાનું રિનોવેશન થતા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાનું રીબીન કાપીને ઉદઘાટન કર્યું હતું આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગરચરભાઇ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરાભાઇ, મોરબી એચટાટ સંઘના મંત્રી મુકેશભાઈ, જિલ્લા પ્રાથમિક સંઘ પ્રમુખ દિનેશભાઈ હુંબલ, નવયુગ સંકુલના ટ્રસ્ટી પી.ડી.કાજીયા સહિતના હાજર રહ્યા હતા અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ તથા શાળાના કર્મનિષ્ઠ શિક્ષકઓ, મધ્યાહ્નન ભોજનના કર્મચારીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓની, પૂર્વ વિધાર્થીનીઓ, શિક્ષકો, સ્થાનીક લોકો, દાતા, પૂર્વ શિક્ષકો, આચાર્ય અને વાલીઓ તેમજ શાળાના મદદનીશ શિક્ષક  જાડેજા પ્રહલાદસિંહ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News