મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું
માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું
SHARE






માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું
માળીયા તાલુકાના સરવડ ગામે જિલ્લા પંચાયતના પ્રમુખને બગસરા ગ્રામ પંચાયતના મહીલા સરપંચ અને ગામની અન્ય મહિલાઓ દ્વારા ગામમાં ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
માળીયા (મી)ના સરવડ ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં બગસરા ગ્રામ પંચાયતના મહીલા સરપંચ અને ગામની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે ગામમાં ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટેની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે આવેદનપત્ર આપીને જુદીજુદી પાંચ રજુઆત કરવામાં આવી હતી જેમાં ગામમાં કાયમી પીવાનું પાણી પુરતું પાણી આપવામાં આવે, ભાવપરથી બગસરા ગામને જોડતો ડામર રોડ નવો બનાવી દેવામાં આવે, મોરબી ડેપોની ભાવપર ગામ સુધી એસટી બસ બગસરા સુધી લંબાવવામાં આવે, બગસરા ગામની પ્રાથમિક શાળામાં કામી શિક્ષકોની ધટ દૂર કરવામાં આવે અને બગસરા ગામના સ્થાનિક લોકો અને અગરીયા દ્વારા તેમને રોજીરોટી અને આજીવિકા મળી રહે તે માટે છેલ્લા ૪ વર્ષથી રોજગાર માટે માંગ કરવામાં આવે છે તેને પૂરી કરવામાં આવે લેખિત રજૂઆત કરવામાં આવી છે.


