માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું
મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું
SHARE






મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું
મોરબીના સનાળા રોડ ઉપર આવેલી ગીતાંજલી વિદ્યાલયમાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફટીનું માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને આગ લાગે ત્યારે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપીને ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી. અને ત્યાર બાદ ફાયર સેફ્ટીના અધિકારી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા હતા અને સાથોસાથ વિદ્યાર્થીઓએ પણ તેને મૂંઝવતા પ્રશ્નો અધિકારીઓને પૂછીને સમાધાન મેળવ્યું હતું. આ સેમિનાર બાદ ગીતાંજલી વિદ્યાલયના સંચાલક રૂપલબેન પનારા દ્વારા ફાયર વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


