મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર સફાઈનું પાણી શેરીમાં આવતા બે સગાભાઈઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી, ચાર સામે ફરીયાદ
SHARE






વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર સફાઈનું પાણી શેરીમાં આવતા બે સગાભાઈઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી, ચાર સામે ફરીયાદ
વાંકાનેરમા આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે કલર કામ ચાલુ હોય ઘરને પાણીથી સાફ કરતા હતા અને તે પાણી શેરીમાં નીકળતું હોય તે બાબતે એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા યુવાન સાથે બોલાચાલી કરવામાં આવી હતી ત્યારબાદ ધોકા અને પાઇપ વડે યુવાનને માર માર્યો હતો તથા તેના ભાઈને પણ જપાજપી કરીને માર મારીને ગાળો આપી હતી અને બંને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા આસિફરજા શકીરહુસેન શેખ (20) એ હાલમાં રહેમતબેન હબીબભાઈ ઝાફરાણી, મોસીન હબીબભાઈ ઝાફરાણી, ફિરોજ ઝાફરાણી તથા અરબાઝ કાફી રહે. બધા ભાટિયા સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ઘરે કલર કામ ચાલતું હોય તેઓ ઘરને પાણીથી સાફ કરતા હતા અને ઘરનું પાણી શેરીમાં નીકળતું હોવાથી આરોપી રહેમતબેન તેઓના ઘરે આવેલ અને કહ્યું હતું કે પાણી અમારા મકાનની સામે શેરીમાં આવું ન જોઈએ તેમ કહીને ગાળો દીધી હતી અને ત્યાર બાદ ત્યાંથી જતા રહ્યા હતા અને થોડીવાર બાદ રહેમતબેન, મોસીન અને ફિરોજ હાથમાં લાકડાના ધોકા, પ્લાસ્ટિક અને સ્ટીલનો પાઇપ લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યારે મોસીન અને ફિરોજ એ ધોકા વડે યુવાનને માર માર્યો હતો અને ત્યારે ત્યાં ફરિયાદીનો ભાઈ તહેસીલરજા આવતા અરબાઝ કાફી એ તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મહિલા સહિત ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


