મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર
મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર
SHARE






મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર
મોરબીમાં ખોખરા હનુમાન પાસે રાત્રિના સમયે યુવાનને આંતરવામાં આવ્યો હતો અને તેના ગાળા ઉપર છરી મૂકીને “તારી પાસે જે હોય તે આપી દે” તેવી ધમકી આપી હતી ત્યાર બાદ તેની પાસેથી 12,500 ના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ બે આરોપી જેલમાં હતા તેના જામીન માટેની અરજી વકીલ મારફતે મૂકવામાં આવી હતી જેને કોર્ટે મંજૂર કરેલ છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ખોખરા હનુમાન પાસે થોડા સમય પહેલા યુવાનને આંતરીને લૂંટ કરવાનો એક બનાવ બનેલ હતો જેમાં બે બાઇક ઉપર આવેલ શખ્સોએ છરી બતાવીને યુવાન પાસેથી રોકડ તેમજ મોબાઇલ મળીને 12,500 ની લૂંટ કરી હતી અને આરોપીઓ નાસી ગયા હતા જે ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ અસગર રમજાનભાઈ મોવર રહે. કાજરડા અને સમીર સુભાનભાઈ મોવર રહે. માળિયા વાળાની ધરપકડ કરી હતી અને આ બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બંને આરોપીઓએ વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) મારફત જામીન માટેની કોર્ટમાં અરજી કરી હતી જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને બચાવ પક્ષે રજૂ કરેલ દલીલને ધ્યાને લઈને બંને આરોપીના જામીન મંજુર કરેલ છે.


