મોરબીના માળીયા હાઈવે ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર આધેડનું મોત
અમોદ્રા ખાતે સંત મહાત્મા મૂળદાસદાદાની ૩૪૭ મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો
SHARE
અમોદ્રા ખાતે સંત મહાત્મા મૂળદાસદાદાની ૩૪૭ મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો
જ્ઞાતિ રત્ન સન્માન સમારોહ યોજાયો : જેમાં મોરબીનાં શિક્ષકને બેસ્ટ પ્રિન્સીપાલ એવોર્ડથી નવાજવામાં આવ્યા.
અમોદ્રા ખાતે મહાત્મા મૂળદાસ ટ્રસ્ટ દ્વારા સંત મહાત્મા મૂળદાસદાદાની ૩૪૭ મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો.જેમાં જ્ઞાતિરત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીનાં શિક્ષકને બેસ્ટ પ્રિન્સીપાલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમોદ્રા ગામે નિજ મંદીર પ્રટાગણમાં જ્ઞાતિ રત્ન સન્માન સમારોહ યોજયો હતો જેમાં લુહાર સમાજનાં શિક્ષકો, કવિ, સાહિત્યકારો, સંશોધક, સમાજ તેજસ્વી પ્રતિભા ધરાવતાં અગ્રણીઓ અને ઉપસ્થિત ઉદ્યોગપતીઓનું સન્માન કરાયું હતું સાથે મહિલા પ્રતિભા ધરાવતી લુહાર સમાજની નારીઓનુ પણ સન્માન કરાયું હતું, જયારે ઉપસ્થીત કવી, શિક્ષક મિત્રોએ સમાજ કેળવણીની સલાહ સુચન આપ્યું હતું. જ્યારે સાહિત્યકાર અને કલાકારોએ સમાજ ઉત્કર્ષ માટે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું ત્યારે મોરબીથી પધારેલ શિક્ષક જીતેન્દ્રભાઈ પિત્રોડાનું બેસ્ટ પ્રિન્સીપાલ એવોર્ડ આપી સન્માન સાથે આગવું સન્માન કરવામાં આવ્યું હતું.સમારોહમાં જીતેન્દ્રભાઈ પિત્રોડા દ્વારા વિધાર્થીના જીવનમાં શિક્ષકનું શું મહત્વ છે..? તે સમજાવતું વક્તવ્ય પણ રજુ કરવામાં આવ્યુ હતું.