મોરબીના કડીવાર પરીવારે તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથીએ કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને શ્રધ્ધાંજલિ આપી
SHARE






મોરબીના કડીવાર પરીવારે તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથીએ કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને શ્રધ્ધાંજલિ આપી
મોરબીના કડીવાર પરીવાર દ્વારા તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથી કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને પ્રેરણાદાયક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.સ્વ.મોહનભાઈ ગોકળભાઇ કડીવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ૨૦૦ લીટરની પાણીની બે કુંડી ગૌવંશ સહિતના પશુઓની સેવા માટે અર્પણ કરવામાં આવી હતી.તેમજ અબોલ જીવોનો ભંડારો યોજયો હતો.જેમાં ૧૧૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૧૧૧ અલગ-અલગ જગ્યાઓએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મુકવામાં આવ્યા હતા.જેથી હજારો નાના જીવોને તેમાંથી ખોરાક મળતો રહે.


