હળવદ યાર્ડના વેપારી સાથે ૬૯.૬૪ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો
માળીયા (મિં)ના વવાણીયા ગામે ઘરમાંથી ૨૩૨ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
SHARE






માળીયા (મિં)ના વવાણીયા ગામે ઘરમાંથી ૨૩૨ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી ૨૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૨૮,૪૭૨ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને કુલ ૧,૪૮,૪૭૨ નો મુદામાલ ઝડપી લીધેલ છે અને રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં એક શખ્સની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.
મોરબી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ઈશ્વરભાઈ કલોતરા, ચંદુભાઇ કણોતરા, ભરતભાઇ જીલરીયા તથા ભગીરથસિંહ ઝાલા બાતમી હતી કે વવાણીયા ગામે રહેતો સાગર ઉર્ફે ઠૂંઠો સવસેટાએ વવાણીયા ગામે હાઇસ્કુલની સામે કોળી વાસમાં આવેલ લાલાભાઇ હીરાભાઇ વિરડાનુ મકાન ભાડે રાખ્યું છે અને ત્યાં દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવે છે. અને તેના એક્ટીવામાં દારૂની બોટલો રાખીને તેનું વેચાણ કરે છે. જેથી સાગરના કબજા ભોગવટા વાળા મકાને દારૂની રેઇડ કરી હતી ત્યારે દારૂની નાની અને મોટી ૨૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૨૮,૪૭૨ નો દારૂ તેમજ એક્ટિવા નંબર જીજે ૩૬ એમ ૬૩૫૬ મળીને કુલ ૧,૪૮,૪૭૨ નો મુદામાલ કબજે કર્યો હતો જોકે, દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી સાગર ઉર્ફે ઠૂંઠો રામૈયાભાઇ સવસેટા રહે. વવાણીયા તાલુકો માળીયા (મિં) વાળો હાજર ન હોવાથી હાલમાં પોલીસે મુદામાલ માળીયા પોલીસ સ્ટેશને સોંપીને એક શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.


