મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

હળવદ યાર્ડના વેપારી સાથે ૬૯.૬૪ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો


SHARE















હળવદ યાર્ડના વેપારી સાથે ૬૯.૬૪ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના વિશ્વાસધાતની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં આરોપી છેલ્લા પોણા બે વર્ષથી વોન્ટેડ હતો જે આરોપીને મોરબી જિલ્લા એસઓજીની ટીમે મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધેલ છે અને આરોપીને હળવદ પોલીસ હવાલે કરેલ છે.

મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી, વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની સૂચના આપવામાં આવેલ છે. તેવામાં એસઓજીના પીઆઇ એન.આર.મકવાણાની સૂચના હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને મળેલ બાતમી આધારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં ફરિયાદી નવલસિંહ ડોડીયા ની હળવદ યાર્ડમાં જય કિશાન ટ્રેડીંગ નામની પેઢી આવેલ છે તેના કેશિયર સહિતના શખ્સોએ મળીને પેઢીના નામે માલની ખરીદી કરીને મલનું વેચાણ કર્યું હતું અને વેચાણ કરેલ માલના રૂપિયા પેઢીમાં આપેલ ન હતા અને આમ કુલ મળીને રૂપિયા ૬૯,૬૪,૮૬૮ ની છેતરપિંડી કરી હતી.

આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી અને આરોપી દિપક પવનભાઈ ગેહલોત રહે. થાણે મુંબઇ વાળો હાલમાં મુંબઇમાં હોવાની હકીકત એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસ મહારાષ્ટ્ર મુંબઇ, ગોરઇ વિસ્તાર, મીરા ભાયદરરોડ ખાતે આરોપીની તપાસ કરવા માટે પહોચી હતી અને ત્યાં નાશતો ફરતો આરોપી મળી આવેલ હતો જેથી કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા આરોપી દિપક પવનકુમાર ગેહલોત (૩૯) રહે. સી ૧૩૩ ધનરાજી એપાર્ટમેન્ટ મહાકાળી મંદિરની બાજુમાં કારગીલ નગર મંડવેલ પાડા રોડ, વિરાર ઇન્સ જિલ્લો પાલઘર મહારાષ્ટ્રને પકડીને મોરબી લાવ્યા હતા અને આરોપીને હાલમાં હળવદ પોલીસ હવાલે કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપી અગાઉ ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરના ગુન્હામાં પકડાયેલ છે અને લાંબો સમય જેલમાં રહેલ હતો






Latest News