અમોદ્રા ખાતે સંત મહાત્મા મૂળદાસદાદાની ૩૪૭ મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો
મોરબીના વોર્ડ નંબર ૧૩ માં યોજાએલ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનો ૯૬ લોકોએ લાભ લીધો
SHARE









મોરબીના વોર્ડ નંબર ૧૩ માં યોજાએલ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનો ૯૬ લોકોએ લાભ લીધો
મોરબીના વોર્ડ નંબર ૧૩ માં ત્યાંના પાલીકા સદસ્યોની જહેમતથી સરકારી આયુર્વેદ દવાખાનું તેમજ સરકારી હોમિયોપથી દવાખાનાના દ્રારા વિનામુલ્યે નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો ૯૬ લોકોએ લાભ લીધો હતો. અહિંના વોર્ડ નંબર ૧૩ ખાતે સરકારી આયુર્વેદ દવાખાનું તેમજ સરકારી હોમિયોપથી દવાખાના દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનો ૯૬ જેટલા લોકોએ લાભ લીધો હતો.કેમ્પને સફળ બનાવવા વોર્ડ નંબર ૧૩ ના પાલીકા સદસ્યો જશવંતીબેન સોનગ્રા, ભાવિકભાઈ જારીયા, પુષ્પાબેન સોનગ્રા અને ભાનુબેન નગવાડિયાએ જહેમત ઉઠાવી હતી.
