હળવદના ગોલાસણ ગામની સીમમાંથી 1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીના ગાળા પાસે સીરામીક કારખાનામાં ખરાબ પાણીના ટાંકાની કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત
SHARE






મોરબીના ગાળા પાસે સીરામીક કારખાનામાં ખરાબ પાણીના ટાંકાની કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત
મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સીરામીક નામના કારખાનામાં ખરાબ પાણીનો ટાંકો ખાલી કરતા સમયે કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી પ્રમાણે મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતો અજયભાઈ જેન્તીભાઈ સોઢા (25) નામનો યુવાન મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સીરામીક નામના કારખાનામાં ખરાબ પાણીનો ટાંકો ખાલી કરતો હતો ત્યારે કુંડીમાં પડી જવાના કારણે ડૂબી જવાથી તેનુ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને રાજુભાઈ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


