મોરબીના ગાળા પાસે સીરામીક કારખાનામાં ખરાબ પાણીના ટાંકાની કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત
મોરબીના બેલા ગામે એસિડ પી ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત
SHARE









મોરબીના બેલા ગામે એસિડ પી ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત
મોરબીના બેલા ગામે રહેતા વૃદ્ધાએ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીથી રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે વૃદ્ધાનું મોત નીપજ્યું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબી તાલુકાના બેલા ગામે રહેતા જયાબેન વિનોદભાઈ બાવરવા (62) નામના વૃદ્ધાએ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
