મોરબીના વોર્ડ નંબર ૧૩ માં યોજાએલ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનો ૯૬ લોકોએ લાભ લીધો
મોરબી જીલ્લા ભાજપે વાંકાનેર કિશાન મોર્ચો તેમજ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના હોદેદારો નિમ્યા
SHARE









મોરબી જીલ્લા ભાજપે વાંકાનેર કિશાન મોર્ચો તેમજ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના હોદેદારો નિમ્યા
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી પ્રકાશભાઈ સોની અને ભાનુભાઈ મહેતા તેમજ જીલ્લા ભાજપના આગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચા તેમજ વાંકાનેર તાલુકા કિસાન મોર્ચાના હોદેદારોની વરણી કરેલ છે.
વાંકાનેર તાલુકા કિસાન મોર્ચાના પ્રમુખ તરીકે કેરવાડીયા શામજીભાઈની, મહામંત્રી તરીકે ઝાલા ધ્રુવરાજસિંહની, ઉપપ્રમુખ તરીકે ધોરીયા વિરમભાઈ અને માંડાણી શામજીભાઈની, મંત્રી તરીકે ઓળકીયા ગગજીભાઈ, ધરજીયા હિરાભાઈ, પરમાર સોમાભાઈ અને ખોરજીયા અયુબભાઈની, કોષાધ્યક્ષ તરીકે ગોધાણી વાલજીભાઈની અને કાર્યાલય મંત્રી તરીકે માલકીયા ધરમશીભાઈની વરણીઓ કરવામાં આવેલ છે.જયારે વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ તરીકે મેર ભગવાનજીભાઈની, મહામંત્રી તરીકે સરવૈયા મશરૂભાઈની, ઉપપ્રમુખ તરીકે ભોરણીયા મયુરભાઈ અને રાજગોર મોહનભાઈની, મંત્રી તરીકે નિમાવત ભાવેશભાઈ, ચૌહાણ જનકબા, સારદીયા મુકેશભાઈ અને ઝાપડા ખેતાભાઈની અને કોષાધ્યક્ષ તરીકે સંધી ગુલાબભાઈની નિમણુંક કરવામાં આવેલ છે.નવનિયુકત હોદેદારો ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
