મોરબી જીલ્લા ભાજપે વાંકાનેર કિશાન મોર્ચો તેમજ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના હોદેદારો નિમ્યા
મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે
SHARE









મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની સુચના મુજબ મોરબી તાલુકા, શહેર અને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન રેલીનું આયોજન કરાયેલ છે તેમજ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા ખેડુતોના વિરોધના પગલે ત્રણેય કૃષિ બીલો પરત લેવામાં આવતા પદયાત્રા વિજય રેલીનું આયોજન કરાયેલ છે.
મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા તા.૨૩ ને મંગળવારના રોજ સવારે ૧૦ વાગ્યે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય શનાળા રોડ જીઆઈડીસી સામે મોરબી ખાતેથી પદયાત્રા વિજય રેલીનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રભારી કર્ણદેવસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર તેમજ જીલ્લાના કોંગી અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાનાર હોય લોકોને પણ જોડાવા આહવાન કરાયેલ છે.
