ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ  ગ્રુપ ઓફ કોલેજીસ  ખાતે  બેટી બચાવો , બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ મોરબી: નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર ૫૬ હજારની સહાય અપાશે મોરબી: રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે અમદાવાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો. દ્વારા ગેસના ભાવમાં ઘટાડો-વેરા સમાધાન યોજના માટે કેબિનેટ મંત્રીને રજૂઆત


SHARE











મોરબી સિરામિક એસો. દ્વારા ગેસના ભાવમાં ઘટાડો-વેરા સમાધાન યોજના માટે કેબિનેટ મંત્રીને રજૂઆત

ગુજરાત ગેસના મેનેજિંગ ડાયરેક્ટરને મોરબી સિરામિક એસો. દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. અને ઘણા કારખાના હાલમાં બંધ છે ત્યારે ડોલરનો ભાવ ઉંચો જતાં ઈન્ડસ્ટ્રીઝને મંદીનો બેવડો માર પડી રહ્યો છે જો કે, વિશ્વ બજારમાં ગેસના ભાવમાં ઘટાડો થયો છે. તેને ધ્યાને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસના ભાવમાં રાહત આપવામાં આવે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ ટકી શકે તેમ છે. વધુમાં જણાવ્યુ છે કે, વર્ષ 2019-20 માં વેરા સમાધાન યોજના અમલમાં આવી હતી. અને સામાન્ય રીતે દર પાંચ વર્ષે વેરા સમાધાન યોજનાની સ્કીમ આવતી હોય છે. તેથી હવે 2024-25ના વર્ષમાં આવી જ વેરા સમાધાન યોજના અમલમાં મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને વેટ કાયદા હેઠળની વસુલાત રાહત યોજના એક વર્ષ અગાઉ લગભગ દરેક રાજ્યમાં આવેલ છે જે ગુજરાત રાજ્યમાં આવેલ નથી જેથી વેરા સમાધાન યોજના લાવી મૂળ વેરો ભરાવી દંડ + વ્યાજમાં સંપૂર્ણ માફી આપવામાં આવે તેવી કેબિનેટ મંત્રીઓને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.






Latest News