ટંકારાના અમરાપર રોડે ટ્રેક્ટર રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં કૂદકો મારનાર યુવાનનું માથું ટ્રૉલીના વ્હીલ હેઠળ કચડાઈ જતાં મોત
SHARE








ટંકારાના અમરાપર રોડે ટ્રેક્ટર રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં કૂદકો મારનાર યુવાનનું માથું ટ્રૉલીના વ્હીલ હેઠળ કચડાઈ જતાં મોત
ટંકારાના અમરાપર રોડ ઉપર ગંગા ગીર ગૌશાળા પાસેથી ટ્રેક્ટર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ સાઈડમાં ટ્રેક્ટર નીચે ઉતરી ગયું હતું જેથી યુવાને ચાલુ ટ્રેક્ટરમાંથી નીચે કૂદકો મારતા ટ્રેક્ટરની ટ્રોલીનું વહીલ તેના માથા ઉપરથી ફરી ગયું હતું જેથી માથામાં ગંભીર ઇજા થઈ હતી અને શરીરે પણ ઇજા થયેલ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર રાજેશભાઈ રણછોડભાઈ દુબરીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ભુરસીંહ રામસીંગ આદિવાસી (26)એ તેના મૃતક ભાઈ આલમસિંહ ભુરસિંહ અલાવા (24) સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ ગંગા ગીર ગૌશાળા સામેથી ફરિયાદીનો ભાઈ આલમસિંહ અલાવા ટ્રેક્ટર નંબર જીજે 36 એલ 4514 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું જેથી ચાલુ ટ્રેક્ટરે યુવાને ટ્રેક્ટર ઉપરથી કૂદકો મારતા ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ તેના માથા ઉપર ફરી વળ્યું હતું જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને ફરિયાદીને પછડાટ લાગતા તેની કમરના ભાગે પણ ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાહેરનામાનો ભંગ
ટંકારાના કલ્યાણપર રોડ ઉપર અશાબાપીરની દરગાહ પાછળ સોવારીયા પ્લોટમાં માલિકીના મકાન પરપ્રતિ વ્યક્તિઓને ભાડે આપેલ હતા અને તેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી કરીને મકાન માલિક હાજીભાઈ આમદભાઈ માડકીયા (38) રહે. ટંકારા તથા બિલાલભાઈ ગફારભાઈ ભૂંગર (24) રહે સંધિવાસ ટંકારા વાળા સામે જાહેરનામા ભંગના જુદાજુદા બે ગુના નોંધવામાં આવેલ છે.

