મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 20 થી વધુ લાભાર્થીઓના કવાર્ટર સીલ
મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ કરાશે ઉજવણી
SHARE







મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ કરાશે ઉજવણી
મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતી નિમિતે દર વર્ષે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શ્રી મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઇષ્ટદેવ શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતી 44 મો સમારોહ આગામી તા. 30 માર્ચને રવિવારે યોજાશે.
મોરબીમાં નહેરુગેટ પાસે આવેલ શ્રી દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતી નિમિતે 44 મો મહોત્સવ ધામધુમથી ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 30 ના રોજ સવારે 6થી 7 આરતી, ત્યાર બાદ પ્રભુનું પૂજન, રામાયણ પ્રવચન, વરુણ યજ્ઞ રાખવામા આવેલ છે અને આ વર્ષે વરુણ યજ્ઞના યજમાન પદે પ્રકાશભાઈ બચુભાઈ પુજારા અને દક્ષાબેન પ્રકાશભાઈ પુજારા પરિવાર સાતક બેસશે. અને તે દિવસે સાંજે 6 થી 8 બહેનો માટે અને 8 થી 10 ભાઈઓ માટે પ્ર્સદનું દશાશ્રી માળી વણિક જ્ઞાતિ ભોજન શાળા સાવસર પ્લોટ મેઈન રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેથી ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.
