મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 20 થી વધુ લાભાર્થીઓના કવાર્ટર સીલ
SHARE







મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 20 થી વધુ લાભાર્થીઓના કવાર્ટર સીલ
મોરબીના બાયપાસ રોડે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવેલ છે અને લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે. જો કે, મૂળ આસામીઓએ મકાન ભાડે આપેલ હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને 20 થી વધુ આવાસના મકાન ભાડે આપેલ હતા જેથી તે મકાનને સીલ કરવામાં આવેલ છે.
મોરબીના દલવાડી સર્કલ પાસે બાયપાસ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના 608 ફ્લેટ બનાવવામાં આવેલ છે અને તેનો ડ્રો કરીને લાભાર્થીઓને મકાન આપી દેવામાં આવેલ છે જો કે, મૂળ લાભાર્થીઓને બદલે ભાડૂઆત રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી અગાઉ નોટિસ આપવામાં આવેલ હતી. જો કે, ત્યાર બાદ ગુરુવારે મહાપાલિકાની ટિમ ત્યાં પહોચી હતી અને આવાસ યોજના મકાનમાં ભાડુંઆત રહેતા હતા તેવા 20 મકાન સીલ કરવામાં આવેલ છે. આ કાર્યવાહીથી બચવા માટે અમુક આસામીઓ તેનો સમાન લઈને કવાર્ટરમાં રહેવા માટે આવી ગયા હતા. જેથી તેની સામે હાલમાં કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેમજ ભવિષ્યમાં તેઓ મકાન ભાડે ન આપે તેના માટે સ્થળ ઉપર પંચ રોજકામ કરીને સુચના લગાવવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં ચેકિંગ કરવામાં આવે ત્યારે પણ મૂળ માલિક રહે છે કે પછી ભાડુંઆત તે ચેકિંગ માટે ગયેલ ટીમના ધ્યાને તાત્કાલિક આવી જશે.
