મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ કરાશે ઉજવણી
રાજકોટથી મોરબી એસટી બસમાં આવેલ મહિલાનું માલ ભરેલ ઝબલું લઈ જનારને પરત આપવા વિનંતી
SHARE







રાજકોટથી મોરબી એસટી બસમાં આવેલ મહિલાનું માલ ભરેલ ઝબલું લઈ જનારને પરત આપવા વિનંતી
મોરબીમાં રહેતી મહિલા રાજકોટથી ઇન્ટરસિટી બસમાં બેસીને પરત મોરબી આવી રહી હતી ત્યારે તેની પાસે જુદા જુદા બ્લૂ કલરના ઝબલાની અંદર વસ્તુઓ ભરેલી હતી અને તેની સાથે બેઠેલ બીજી મહિલા પાસે પણ બ્લૂ કલરના ઝબલાની અંદર વસ્તુ હતી જેથી તે મહિલા ભૂલથી વધારાનું એક ઝબલું લઈ ગયેલ છે અને તેમાં શેરવાની અને બ્લેઝરના કવર ભરેલ છે જેથી તે જે કોઈ મહિલા પાસે ભૂલથી આવેલ હોય તેને પરત આપવા વિનંતી કરવામાં આવેલ છે.
મોરબીમાં નગર દરવાજા ચોક પાસે આવેલ દેવ અક્ષર કોમ્પલેક્ષમાં સુરભી ચોલીના નામથી શેરવાની, બ્લેઝર તથા ચણીયા ચોલી ભાડે આપવાનું કામકાજ કરતા પ્રવીણભાઈ પરમારના પત્ની પ્રજ્ઞાબેન પરમાર ગઈકાલે બપોરે 4:30 વાગ્યે રાજકોટથી ઇન્ટરસિટી બસમાં બેસીને મોરબી આવ્યા હતા અને ત્યારે તેમની પાસે જુદા જુદા બ્લુ કલરના ઝબલાની અંદર માલસમાન ભરેલ હતો દરમિયાન તેઓ સાંજે 5:45 થી 6:00 વાગ્યાના અરસામાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારે તેની સાથે બેઠેલા અન્ય મુસાફર મહિલા પાસે પણ બ્લુ કલરના ઝબલામાં માલ સામાન ભરેલો હતો જેથી તે ઉતરતા સમયે ભૂલથી પ્રજ્ઞાબેન પરમારનું માલ ભરેલ એક ઝબલું લઈ ગયેલ છે અને તે ઝબલાની અંદર શેરવાની તથા બ્લેઝર રાખવા માટેના પ્લાસ્ટિકના કવર ભરેલ છે જેથી આ વસ્તુ જે કોઈ લઈ ગયા છે તેમના માટે બિન ઉપયોગી છે જેથી આ માલ પરત આપવા માટે થઈને પ્રજ્ઞાબેન પરમાર દ્વારા વિનંતી કરવામાં આવેલ છે અને પ્રજ્ઞાબેન પરમારના પતિ પ્રવીણભાઈ પરમારનો મોબાઇલ નંબર 93741 88768 હોય તેના ઉપર સંપર્ક કરવા માટે અનુરોધ કર્યો છે
