મોરબીના કંડલા બાયપાસ રોડે ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો
મોરબીથી ગાંધીનગર તરફ જવાના રસ્તા ઉપરથી સાત બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
SHARE
મોરબીથી ગાંધીનગર તરફ જવાના રસ્તા ઉપરથી સાત બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
મોરબી તાલુકાના મોટી વાવડી ગામેથી ગાંધીનગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તેની તલાસી લેતાં તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતનો દારૃ સાથે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના મોટી વાવડી ગામથી ગાંધીનગર ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી પસાર થતા યુવાને રોકીને પોલીસે તેની તલાસી લેતાં તેની પાસેથી જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને સાત દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં મગન ઉર્ફે મગો અમરશીભાઇ કોળી (ઉંમર વર્ષ ૩૯) રહે. મોટી વાવડી વાળાની ધરપકડ કરી તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરુ કરેલ છે.
૧૬૫ લિટર દારૂ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી નજીક આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં સોનલબેનના રહેણાક મકાનમાં પોલીસે દારુની રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી ૧૬૫ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૩૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થાને કબજે કરેલ છે અને હાલમાં મોરબીના ઈનદીરાનગર મચ્છીની દુકાન નજીક રહેતા ઈદ્રીશભાઈ દાઉદભાઈ મોવર (૨૦)ની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.