હળવદના ચરાડવા ગામે ૧૩ વર્ષનો બાળક ઝેરી દવા પી જતાં સારવારમાં મોત
અમદાવાદથી ટેક્સીમાં પેસેંજરને લઈને આવેલા ડ્રાઈવરનું મોરબીના જોધપર પાસે કારમાં જ મોત
SHARE
અમદાવાદથી ટેક્સીમાં પેસેંજરને લઈને આવેલા ડ્રાઈવરનું મોરબીના જોધપર પાસે કારમાં જ મોત
મોરબીના જોધપર ગામમાં આવેલા પાર્ટીપ્લોટમાં ટેક્સીમાં અમદાવાદથી પેસેંજરને લઈને આવેલ ટેક્સી ડ્રાઈવર પોતાની ટેક્સીમાં સૂતો હતો અને તેને જગાડતા તે જાગ્યો ન હતો જેથી કરીને તેને હોસ્પિટલે લઈને જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જોધપર નદી ગામ પાસે આવેલ મેટ્રો રિસોર્ટ પાર્ટી પ્લોટ ખાતે પ્રિયમભાઈ કાપડિયાને અમદાવાદથી અમરીશભાઈ ખેમચંદભાઈ પટેલ (ઉંમર ૪૬) રહે. અમદાવાદ વાળા પોતાની ટેક્સીમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ અમરીશભાઈ પોતાની ટેક્સીમાં સૂતા હતા અને અન્ય કોઈ ડ્રાઈવરે તેને જગાડતા તે કોઈ કારણોસર જાગ્યા ન હોય તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે