રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” છે જેથી ડીડીઓ જે.એસ. પ્રજાપતી તેમજ ડેપ્યુટી ડીડીઓ એસ.સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે. અને તેના ભાગ રૂપે મોરબી ઘટક-૨ ના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન પ્રમુખ જિલ્લા પંચાયત મોરબીના હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતું. જે ગર્ભ સંસ્કાર વિધીમાં ૧૯ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીમ ડીડીઓ જે.એસ. પ્રજાપતી, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, પીપળી ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન જેઠલોજા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાતા ચેતનાબેન જેઠલોજા, રમીલાબેન પારેઘી, ડાભી રાજુભાઇ, રમેશભાઇ, જીગ્નેશભાઇ કુબાવતએ  સગર્ભા બહેનો માટે પોષણ કીટ (ખજુર,સુખડી)નું વિતરણ કર્યું હતું.




Latest News