રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ નજીક અજાણ્યા ઇસમોએ જવલનશીલ પદાર્થ છાંટતા દાઝી ગયેલ યુવાન સારવારમાં


SHARE









મોરબીના ઘૂટું ગામ નજીક અજાણ્યા ઇસમોએ જવલનશીલ પદાર્થ છાંટતા દાઝી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના અંદરણા ગામે રહેતો યુવાન ઘુટુ કેનાલ પાસેથી પોતાની રીક્ષા લઈને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ તેના ઉપર જવલનશીલ પદાર્થ છાંટતા યુવાન દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા વસંતભાઈ અમરશીભાઈ ચાવડા (32) નામનો યુવાન પોતાના હવાલા વાળી રીક્ષા લઈને મોરબીના નજીક ઘૂટું ગામ પાસે કેનાલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ જવલનશીલ પદાર્થ તેના ઉપર છાંટતાં તે યુવાન દાઝી ગયો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા નંદરામભાઇ મેસવાણીયા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે રીક્ષા જઇ રહી હતી જે રિક્ષામાં મોરબીના કુબેરનાથ મેઇન રોડ ઉપર રહેતા સહદેવસિંહ હિતુભા ઝાલા (52) નામના આધેડ બેઠેલા હતા ત્યારે પાછળથી બોલેરો ગાડીના ચાલકે રીક્ષાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને ઇજા થઇ  હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News