મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના લજાઇ નજીક કારખાના ગોડાઉનમાં જુગાર રમતા ૬ શખ્સો ૧.૬૩ લાખની રોકડ સહિત કુલ ૬.૯૩ લાખનો મુદામાલ કબજે


SHARE

















ટંકારાના લજાઇ નજીક કારખાના ગોડાઉનમાં જુગાર રમતા ૬ શખ્સો ૧.૬૩ લાખની રોકડ સહિત કુલ ૬.૯૩ લાખનો મુદામાલ કબજે

ટંકારા તાલુકાના લજાઇ ચોકડી વિશ્વા પોલીપેક સામે નામ વગરના કારખાના (ગોડાઉન) માં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ-૬ ઇસમોને રોકડા ૧,૬૩,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ ૬,૯૩,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા હતા અને ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે

ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયાની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન જસપાલસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગી બાતમી મળી હતી કે, મોરબી રામકો બંગ્લોઝ પાછળ રહેતા નરેશભાઇ ઇશ્વરભાઇ પટેલે લજાઇ ગામની સીમ લજાઇ ચોકડી પાસે આવેલ વિશ્વા પોલીપેક નામના કારખાના સામે નામ વગરનું કારખાનુ (ગોડાઉન) ભાડેથી રાખેલ છે તે ગોડાઉન (કારખાનામાં) બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરી હતી ત્યારે કુલ ૬ ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા જેમા નરેશભાઈ ઇશ્વરભાઈ ચાપાણી (૪૪) રહે. લીલાપર રોડ, ગજાનંદ સોસાયટી મોરબી, ધનજીભાઈ ગોરધનભાઈ બરાસરા (૬૯) રહે. એસ.પી. રોડ, દેવ એપાર્ટમેન્ટ ફ્લેટ મોરબી, પ્રભુભાઇ નરભેરામભાઈ દેત્રોજા (૬૨) રહે. એસ.પી. રોડ, આદીત્ય એપાર્ટમેન્ટ મોરબી, મહાદેવભાઇ નરશીભાઇ રંગપરીયા (૬૦) રહે. ઘુનડા (સજનપર) તા.ટંકારા, વાઘજીભાઇ બચુભાઇ રંગપરીયા (૫૧) રહે, નવાગામ (લખધીરનગર) મોરબી અને અમૃતભાઈ પીતામ્બરભાઈ જીવાણી (૬૨) રહે. બાયપાસ શીવ ધારા એપાર્ટમેન્ટ મોરબી વાળાનો સમાવેશ થયા છે તેની પાસેથી રોકડા ૧,૬૩,૦૦૦ તથા ૬ મોબાઇલ જેની કિમંત ૩૦,૦૦૦, એક કાર ૫,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૬,૯૩,૦૦૦ નો મુદામાલ મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News