મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ બે સ્પાના સંચાલકોની ધરપકડ: ગુનો નોંધાયો


SHARE

















મોરબીમાં આવેલ બે સ્પાના સંચાલકોની ધરપકડ: ગુનો નોંધાયો

મોરબીના સનાળા ગામથી આગળ રાજકોટ રોડે તથા રવાપર રોડ ઉપર જુદી જુદી બે જગ્યા ઉપર આવેલ સ્પામાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા સ્ટાફની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય બંને સ્પાના સંચાલકોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેની ધરપકડ કરી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ જિલ્લા કલેકટર દ્વારા અગાઉ મોરબી શહેર તથા જિલ્લામાં આવેલા સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જોકે તેની અમલવારી ઘણી જગ્યાએ ન થતી હોવાના કારણે પોલીસ વિભાગ દ્વારા સ્પાના સંચાલકો સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું જોવા મળ્યું છે તેવામાં મોરબીના રાજકોટ રોડ ઉપર થ્રીલ એન્ડ ચીલની સામેના ભાગમાં આવેલ સેવન સ્ટાર સ્પામાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓની સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે માહિતી આપવામાં આવેલ ન હતી જેથી સ્પાનાં સંચાલક મુસ્તાક આદમભાઈ માંડકિયા (41) રહે. ટંકારા પોલીસ લાઈનની બાજુમાં ટંકારા વાળાની સામે ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઘોરીયા સ્પામાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનને આપવામાં આવેલ ન હતી જેથી તેના સંચાલક પરિમલ ગોપાલભાઈ વાઘેલા (28) રહે રવાપર રોડ ઓમકાર રેસીડેન્સી મૂળ રહે. સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News