મોરબીમાં સાળીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બેઠક-હાથમાં છરીના ઘા માર્યા
SHARE









મોરબીમાં સાળીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બેઠક-હાથમાં છરીના ઘા માર્યા
મોરબીના માધાપર શેરી નં-3 માં રહેતા યુવાનની સાળીની છેડતી કરવામાં આવી હતી જેથી યુવાન સમજાવવા માટે ગયો હતો ત્યારે ચાર શખ્સો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણ શખ્સોએ યુવાનને પકડી રાખતા એક શખ્સે છરી વડે હુમલો કરીને યુવાનને બેઠકના ભાગે તથા હાથમાં છરીના ઘા માર્યા હતા તેમજ બચાવવા માટે વચ્ચે પડેલ તેની માતાને પણ પગમાં ધોકાનો ઘા મારીને ઇજા કરી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં માધાપરમાં આવેલ અંબિકા રોડ શેરી નં-2 માં રહેતા અજયભાઈ હર્ષદભાઈ વરાણીયા (25)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અવિનાશ મનાભાઇ કાઠીયા, કપિલ કોળી, લાલી રમેશભાઈ પરેશા અને યસ ભગાભાઈ સથવારાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી યુવાનની સાળીની અવિનાશ વરાણીયાએ છેડતી કરેલ હોય તે બાબતે ફરિયાદી તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે કપિલ કોળીએ છરી કાઢી હતી અને ત્યારે અવિનાશ, લાલી અને યસ દ્વારા ફરિયાદીને પકડી રાખવામાં આવતા કપિલે તેની પાસે રહેલ છરી ફરિયાદી યુવાનને બેઠકના ભાગે તથા જમણા હાથમાં મારી હતી અને ઇજા કરી હતી ત્યારે યુવાને બચાવવા માટે તેને તેની માતા કુંદનબેન વચ્ચે પડતા આરોપી અવિનાશએ તેને ડાબા પગના ભાગે ધોકા વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત માતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
