મોરબી નજીક અકસ્માત સર્જીને બે આશાસ્પદ યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ
SHARE







મોરબી નજીક અકસ્માત સર્જીને બે આશાસ્પદ યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ
મોરબીના જુના ઘુંટુ રોડે ડબલ સવારી બાઈકને ટ્રક ટ્રેલરના ચાલક હડફેટે લીધું હતું જેથી કરીને ઘટના સ્થળે જ એક યુવાનનું મોત નીપજયું હતું અને એક યુવાનને રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા જો કે, તેને પણ સારવાર કારગત ન નિવડતા તેનું પણ મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દીરાનગરમાં રહેતા સાગરભાઇ મોમજીભાઈ પાટડીયા (20)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ટ્રક ટ્રેલર નં. જીજે 39 ટી 6938 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ઘુંટુ રોડ ઉપર આવેલ કનૈયા પાન પાસેથી ફરિયાદીનો ભાઈ સાવન મોમજીભાઈ પાટડીયા (18) અને તેનો મિત્ર યશ રમેશભાઈ માજુસા (21) ડબલ સવારી બાઇક લઈને જતાં હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધેલ હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ડબલ સવારીમાં જય રહેલા ફરિયાદીના ભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, યશ માજુસાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટેલર નંબર જીજે 39 ટી 6938 ના ચાલક આરોપી રામાશીશ રાજકુમાર રામ (31) રહે. સ્વસ્તિક લોજેસ્ટિક ટ્રાન્સપોર્ટ ગાંધીધામ મૂળ રહે. ઝારખંડ વાળાની મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
