મોરબી નજીક અકસ્માત સર્જીને બે આશાસ્પદ યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ
મોરબીના બેલા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE







મોરબીના બેલા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી સગીરાના મૃતદેહને તેના પિતા મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ સેલીયો સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અપસીંગભાઇ ઇન્દરસીંગ જીણાવાની 17 વર્ષની દીકરી બારકુંબેન એ કોઈ કારણોસર પોતાના દુપટ્ટા વડે કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતક સગીરાના પિતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સગીરાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવાન સારવારમાં
મોરબીમાં ત્રાજપર ચોરા પાસેથી બીમારી સબબ અજાણ્યા 30 વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
