મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 9.58 લાખના મુદામાલ સાથે પકડાયા: વાડીના માલિકની શોધખોળ


SHARE













હળવદના ઘનશ્યામગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 9.58 લાખના મુદામાલ સાથે પકડાયા: વાડીના માલિકની શોધખોળ

હળવદના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 7,58,500 ની રોકડ તથા એક કાર મળીને કુલ 9,58,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વાડીનો માલિક હાજર ન હોવાથી તેના સહિત કુલ 10 શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં બચુભાઈ જીવરાજભાઈ સંઘાણીની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા દિલીપભાઈ ઉર્ફે અમુ કરસનભાઈ વામજા (34) રહે. રણમલપુર, શંકરભાઈ બેચરભાઈ લોરીયા (28) રહે. નવા ઘનશ્યામગઢ, નિતેશભાઇ રતિલાલભાઇ આદ્રોજા (45) રહે. ફ્લેટ નં- 8 બ્લોક નં-6 નંદની એપાર્ટમેન્ટ સોમનાથ સોસાયટી મહેન્દ્રનગર, ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા (37) રહે. જીવા તાલુકો ધાંગધ્રા, કેશુભાઈ બાબુભાઈ ળોદા (34) રહે. રણમલપુર, મુકેશભાઈ ગોરધનભાઈ કૈલા (46) રહે. નવા ઘનશ્યામગઢ, રણજીતભાઈ ગગજીભાઈ ચૌહાણ (44) રહે. કોંઢ ગામ, સુરુભા હનુભા ચૌહાણ (40) રહે. કોંઢ ગામ, અને હરેશભાઈ અગરસંગભાઈ પરમાર (40) રહે. સરા તાલુકો મુળી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 7,58,500 ની રોકડ કબજે કરી હતી તથા બે લાખ રૂપિયાની કિંમતની કાર નંબર જીજે 36 આર 8893 આમ કુલ મળીને 9,58,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર વાડીના માલિક હાજર ન હોય બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી સહિત કુલ 10 શખ્સોની સામે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે વાડીના માલિકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News